ડોલવણમાં ધરતી આબા જનભાગીદારી અભિયાન હેઠળ વિશેષ કેમ્પ યોજાયો
પદમડુંગરી પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં ૨૦૬ લાભાર્થીઓ વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત થયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25. ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો હતો.જેમમાં ચૂનાવડી, રાયગઢ, પદમડુંગરી, હલમુડી, બોરકચ્છ, અમોનિયા અને ડુંગરડા ગામના કુલ ૪૯૩ નાગરિકોએ ભાગ લઇ વિવિધ યોજનાકીય લાભો મેળવ્યા હતા.
આ કેમ્પ દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ, PM કિસાન સમ્માન નિધિ યોજના, જાતિ પ્રમાણપત્ર (ST/PVTG), રેશન કાર્ડ અને ડાયાબિટીસ સ્ક્રીનિંગ જેવી યોજનાઓ હેઠળ કુલ ૨૦૬ લોકો લાભાન્વિત થયા હતા. આ સાથે મેડિકલ ચેકઅપ માટે મોબાઇલ યુનિટ સેવા પૂરી પાડવામાં આવી હતી, IEC અભિયાન હેઠળ હોર્ડિંગ્સ, પોસ્ટર્સ અને કેમ્પસ્થળ પર બેકડ્રોપ દ્વારા જનજાગૃતિ વધારવામાં આવી હતી.
નોંધનીય છે કે,આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને વિવિધ કેન્દ્રિય અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવો અને તેમને આ યોજનાઓના લાભો પહોંચાડવાનો હતો.
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
