સોનગઢના ચિખલી ભૈસરોટ ગામે પશુપાલકો માટે વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ 

0
Bio gas plant in chikhali bhensrot by SUMUL
Contact News Publisher

સુમુલ ડેરીના અધિકારીઓએ ગ્રામજનોને બાયોગેસ પ્લાન્ટની ઉપયોગિતા અને જાળવણી અંગે આપી વિસ્તૃત સમજ 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 20 :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિખલી ભૈસરોટ ગામે સ્થાનિક દૂધ ડેરી પાસે બાયોગેસ યોજનાના લાભાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન શિબિર યોજાયો હતો. સુમુલ ડેરીના અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠક દરમિયાન ચિખલી ભૈસરોટ ગામના પશુપાલકો અને લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના મહત્વ, તેનાથી થતા આર્થિક ફાયદા તેમજ પ્લાન્ટની યોગ્ય જાળવણી કેવી રીતે કરવી તે અંગે પ્રત્યક્ષ સમજ આપી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

નોંધનીય છે કે, તાપીના નાગરિકો બાયોગેસનો મહત્તમ લાભ લે તેવા આશય સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં આ પ્રકારની વિશેષ તાલીમ શિબિરો સફળતાપૂર્વક યોજીને નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા છે.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *