રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે ‘સમર યોગ કેમ્પ’નું આયોજન

0
a5455d74-94ae-4c8f-ad0b-1659e0cd11c3
Contact News Publisher

‘સ્વસ્થ બાળપણ — ઉજ્જવળ ભવિષ્ય’ના મંત્ર સાથે

તા. ૧૬ થી ૩૦ મે ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગામોમાં અંદાજિત ૨૨૫ જેટલા ‘સમર યોગ કેમ્પ’ યોજાશે
………………………..
ઉનાળાની રજાઓ મનોરંજનની સાથે સાથે બાળકોના શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ એક ઉત્તમ અવસર બની શકે છે. આજના સમયમાં બાળકોમાં વધતો મોબાઇલનો ઉપયોગ, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો, માનસિક તણાવ અને અનિયમિત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સમર યોગ કેમ્પ – ૨૦૨૬’નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ની ઉજવણી અને યોગના વ્યાપક પ્રચાર-પ્રસારના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે વિશેષ સમર યોગ કેમ્પ્સ યોજાશે. આ કેમ્પ્સનો મુખ્ય હેતુ બાળપણથી જ બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી, સારા સંસ્કારો, શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સકારાત્મક વિચારસરણીનો વિકાસ કરવાનો છે. યોગ દ્વારા બાળકોનું શરીર મજબૂત બને, મન શાંત રહે અને અભ્યાસ પ્રત્યે ધ્યાન વધે તે માટે આ અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આગામી તા. ૧૬ મે ૨૦૨૬ થી તા. ૩૦ મે ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગામોમાં અંદાજિત ૨૨૫ જેટલા “સમર યોગ કેમ્પ”નું આયોજન કરવામાં આવશે. રાજ્યના અનેક વિસ્તારોમાં સમર યોગ કેમ્પનું આયોજન કરીને બાળકો યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ સમર યોગ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂક્ષ્મ વ્યાયામ, રમતિયાળ યોગ પ્રવૃત્તિઓ, શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા, આરોગ્ય જાગૃતિ તેમજ ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા, સકારાત્મકતા અને નિયમિત જીવનશૈલી વિકસે તે માટે પણ વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

આ કેમ્પમાં બાળકોને મોબાઇલ અને ટીવી જેવી સ્ક્રીન પ્રવૃત્તિઓથી થોડો સમય દૂર રાખી યોગ, આરોગ્ય અને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતી આરોગ્ય સમસ્યાઓ સામે યોગ એક અસરકારક અને પ્રાકૃતિક ઉપાય બની શકે છે. નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં લવચીકતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા વધે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેંદ્ર મોદી દ્વારા સમગ્ર વિશ્વમાં યોગને નવી ઓળખ અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. તેમની પ્રેરણાથી આજે યોગ માત્ર વ્યાયામ નહીં પરંતુ સ્વસ્થ જીવન જીવવાની એક વૈશ્વિક જીવનપદ્ધતિ બની રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના પ્રોત્સાહન, રમતગમત રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામીતના સહકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શીશપાલજીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં યોગને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનોને આ “સમર યોગ કેમ્પ – ૨૦૨૬”માં વધુમાં વધુ બાળકોને જોડાવવા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે, જેથી બાળકો સ્વસ્થ શરીર, સકારાત્મક મન અને સારા સંસ્કારો સાથે દેશ અને સમાજના જવાબદાર નાગરિક બની શકે.

વધુ માહિતી અને નોંધણી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsyb.in ની મુલાકાત લેવા વિનંતી.
………………..
જનક દેસાઈ

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *