સોનગઢ તાલુકાના ગામોની મુલાકાતે તાપી જિલ્લાના ડીઆરડીએ નિયામકશ્રી
એસ.બી.એમ.-ગ્રામિણ, પી.એમ. આવાસ સહિતની યોજનાઓના અમલીકરણની કરી સમીક્ષા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.14 :- તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિબેન પટેલે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સોનગઢ તાલુકાના ચાંપાવાડી, હિરાવાડી અને ઝરાલી ગામોની વિશેષ મુલાકાત લઈને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી.

નિયામકશ્રીએ એસ.બી.એમ.-ગ્રામિણ, પી.એમ. આવાસ યોજના અને મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામોની સ્થળ પર જઈને ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યુ હતુ. સ્થળ મુલાકાત દરમિયાન નિયામકશ્રીએ યોજના હેઠળ નિર્મિત તમામ અસ્કયામતોનો મહત્તમ અને અસરકારક ઉપયોગ થાય અને તેની યોગ્ય જાળવણી તથા નિભાવણી કરવા અંગે સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન એસ.બી.એમ.-જીના સોનગઢ બ્લોકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
