વ્યારાની ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના બેંક એકાઉન્ટ સીઝ કરી ટ્રેક્ટર-ટ્રોલી જપ્ત કરાઈ
નિવૃત્ત કર્મચારીની ગ્રેજ્યુઈટીની રૂ. ૨.૭૪ લાખની વસૂલાત માટે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ કાર્યવાહી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ઉકાઇ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ખુશાલપુરામાં એન્જી વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા અરજદાર લાલસિંહભાઈ બાબલાભાઈ ગામીતની ગ્રેજ્યુઈટીની રકમ રૂ. ૨,૭૪,૯૯૧ વ્યાજ સહિત ચૂકવવામાં મંડળી દ્વારા વિલંબ અને હાઈકોર્ટના આદેશની અવગણના થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નામદાર હાઈકોર્ટના આદેશ અને મદદનીશ શ્રમ આયુક્તના રિકવરી સર્ટિફિકેટના અમલીકરણ માટે વ્યારા તાલુકા પંચાયત દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમો હેઠળ મંડળીને નોટિસ પાઠવવામાં આવી હતી. નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થવા છતાં ચૂકવણું ન થતા તંત્ર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંના ભાગરૂપે મંડળીની જંગમ મિલકત એવા ટ્રેક્ટર અને ટ્રેક્ટર ટ્રોલીને જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મંડળીના તમામ બેંક એકાઉન્ટ્સ સીઝ કરાયા છે. તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
