વ્યારા બેંક ઓફ બરોડાનાં સ્ટાફે પચાસ હજાર સી.એમ. રાહત ફંડમાં આપ્યા
Contact News Publisher
બેંક ઓફ બરોડા વ્યારાના સ્ટાફ દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ (કોરોના) માટે ભંડોળ એકત્ર કરીને રૂપિયા ૫૦૦૦૦/-નો ચેક આજે જિલ્લા કલેકટર આર.જે.હાલાણીને બેંક ઓફ બરોડા સુરત રીજીયનના હેડશ્રી વિનોદ કોઠારીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગની તસ્વીરમાં બેંક ઓફ બરોડા વ્યારાના મેનેજર બી.આર. ચૌધરી અને લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર વસંત વસાવા નજરે પડે છે.