કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ૫ દિવસીય તાલીમનું આયોજન કરાયું

0
IMG-20260509-WA0004
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વઘઈ) ) :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે વિસ્તરણ શિક્ષણ સંસ્થા (EEI), આણંદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ના સહયોગથી “Next-Gen Leadership Skills for High Team Performance” વિષય અંતર્ગત તા. ૦૫/૦૫/૨૦૨૬ થી ૦૯/૦૫/૨૦૨૬ સુધી પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેતીવાડી શાખા, એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA), NGO, કૃષિ મહાવિદ્યાલય, કૃષિ પોલીટેકનિક કોલેજ, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ તેમજ બીજી ઘણી સંસ્થાઓની ફેકલ્ટી દ્વારા રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જે. બી. ડોબરીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા), ડૉ. જેની એચ. લાલવાણી (વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)), શ્રી ગૌરાંગ બી. પડસાળા (વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)), ડૉ. મહાવીર ચૌધરી (પ્રિન્સિપાલ (કૃષિ પોલીટેકનિક કોલેજ)) તેમજ વિસ્તરણ શિક્ષણ સંસ્થા (EEI), આણંદ ખાતે ફરજ બજાવતા ડૉ. અલ્પેશ જતાપરા એ તાલીમને સંલગ્ન વિષયો જેવા કે કોમ્યુનિકેશન સ્કીલ (Communication Skill), પબ્લિક સ્પીકિંગ (Public Speaking), બેરિયર ઓફ કોમ્યુનિકેશન (Barrier of Communication), લીડરશીપ સ્કીલ (Leadership Skill), સ્ટ્રેસ મેનેજમેન્ટ (Stress Management), ટાઈમ મેનેજમેન્ટ (Time Management), કોનફ્લીકટ મેનેજમેન્ટ સ્કીલ (Conflict Management Skill), નોન વર્બલ કોમ્યુનિકેશન સ્કીલ (Non Verbal Communication Skill), પોઝિટિવ એટીટ્યુડ (Positive Attitude) અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી તાલીમાર્થીને માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત તમામ વિષયો અંતર્ગત લેક્ચરની સાથે પ્રેક્ટીકલ એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ૩૫ જેટલા તાલીમાર્થીઓએ હાજરી નોંધાવી હતી. ડૉ. ટાંક સર, માનનીય કુલપતિ શ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા પ્રમાણપત્ર વિતરણ કરી તાલીમ પૂર્ણ કરવામાં આવી હતી.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *