વાલોડના હથુકામાં ખેતરમાંથી થયેલ પંપ ચોરીનો અનડિટેકટ ગુનો ગણતરીના કલાકમાં શોધી કાઢતી વાલોડ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ તાલુકાના હથુકા ગામે આવેલ સર્વે નંબર ૮૫માં આવેલ સોહિતભાઈના ખેતરમાં તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક:-૧૮/૦૦ વાગે થી તા.૨૬/૦૪/૨૦૨૬ના કલાક-૧૦/૦૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે કોઈ અજાણ્યા ચોરે સોહિતભાઈ જીતેન્દ્રભાઈ ગામીત ઉ.વ.-૩૩ રહેવાસી ભીમપોર ગામ પટેલ ફળીયુ તા.વાલોડ જીલ્લા તાપી ના વાલોડ તાલુકાના હથુકા ગામે આવેલ સર્વે નંબર ૮૫ વાળા ખેતરમાં પાણીના બોરમાં ફીટ કરેલ જલગંગા કંપનીની ૧૦ હોર્સપાવર વાળી સબ મર્શીબલ મોટર નંગ ૦૧ કિ.રૂપિયા ૧૫,૦૦૦/- તથા ૧૩૦ ફુટ વાયર કિ.રૂ-૨૦૦૦/- મળી કુલ કિ.રૂપિયા ૧૭,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરીયાદ આપતા વાલોડ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામાં આવેલ છે.
ચોરીનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૦૯/૦૫/૨૦૨૬નાં રોજ અ.પો.કો. સુરજભાઈ અનિરૂધ્ધભાઇની બાતમી આધારે આરોપી (૧) અજયભાઈ મણીલાલ ચૌધરી રહે,કોસંબીયા દુકાન ફળીયુ તા.વાલોડ જી.તાપી (૨) ચિંતનભાઈ મહેશભાઈ ચૌધરી રહે,ભીમપોર ડુંગરી ફળીયુ તાવાલોડ જી.તાપી (૩) આનંદભાઇ ઉમેશભાઈ ગામીત રહે, ભીમપોર ડુંગરી ફળીયુ તા.વાલોડ જી.તાપી ને ગુનાના કામે ચોરીમાં ગયેલ જલગંગા કંપનીની ૧૦ હોર્સપાવર વાળી સબ મર્શીબલ મોટર નંગ- ૦૧ તથા અન્ય બીજી એક સબ મર્શીબલ મોટર પણ મળી આવેલ તથા ચોરીમાં ગયેલ વિજ વાયર મળી આવતા કબ્જે લઇ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીઓના કબજા માંથી સબ મર્શીબલ મોટર નંગ -૨ કી.રૂ. ૩૦,૦૦૦/-તથા વાયર કી.રૂ. ૧૫૦૦/- તથા ડ્યુએટ મોપેડ વાહન નંબર GJ-26-AH-0192 કી.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ -૩ કી.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ્લે કી.રૂ. ૯૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. અને ગુનાના કામે અટક કરવા તજવીજ હાથ ધરી વધુ તપાસ જારી રાખેલ છે.
કામગીરી કરનાર ટીમ –
(૦૧) શ્રી એમ.એમ. ગીલાતર, પોલીસ ઇન્સ્પેકટર, વાલોડ પો.સ્ટે.
(૦૨) ASI સરજીતભાઈ બચુભાઈ, વાલોડ પો.સ્ટે.
(૦૩) ASI શબ્બીરખાન આલમખાન, વાલોડ પો.સ્ટે.
(૦૪) અ.પો.કો. સુરજભાઈ અનિરૂધ્ધભાઈ, વાલોડ પો.સ્ટે.
(૦૫) આ.પો.કો. દિગ્વીજયસિંહ કોદરસિંહ, વાલોડ પો.સ્ટે.
(૦૫) અઆપો.કો. મણિલાલ ઉકાજીભાઈ, વાલોડ પોલીસ સ્ટેશન
(૦૬) અ.પો.કો. ભરતભાઈ જયંતભાઈ, વાલોડ પોલીસ સ્ટેશન
(૦૭) અ.પો.કો. આશીષભાઈ અશ્વીનભાઈ, વાલોડ પોલીસ સ્ટેશન
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
