લેપ્ટોસ્પાયરોસિસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી
(માહિતિ વિભાગ- તાપી) : વ્યારા; શુક્રવાર: દોણ ખાતે લેપ્ટોસ્પાયરોસિસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ આરોગ્ય તેમજ ખેતીવાડી વિભાગના સંકલનથી ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. ડો. હર્ષદ પટેલ દ્વ્રારા લેપ્ટોસ્પાયરોસિસ રોગના મુખ્ય વાહક એવા ઉંદર નિયંત્રણ માટે કેક તેમજ દવાવાળા ચોખા મુકવાની રીત, ઉંદર દ્વારા લેપ્ટોસ્પાયરોસિસ રોગ કેવી રીતે ફેલાય છે તેમજ ખેત પેદાશના ઉત્પાદનમાં નુકશાન કેવી રીતે અટકાવી શકાય તે અંગે તથા ભવિષ્યમાં લેપ્ટોસ્પાયરોસિસ રોગને નાબુદ કરવા ઉંદર નિયંત્રણ કામગીરીએ ખુબ મહત્વની છે તેમ જણાવી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી. ડો.દિપક ચૌધરી, ડિ.પી.સી. ડો, યોગેશ શર્મા, મેડિકલ ઓફિસરશ્રી. ડો.સંતોષ વાઘ તેમજ ગામના સરપંચશ્રીમતિ પ્રેમિલાબેન, ગ્રામસેવક, આરોગ્ય/આંગણવાડી કર્મચારી ભાઈ બહેનો તથા ખેડુતો હાજર રહ્યા હતા.