ઓલપાડ તાલુકાની શ્રી ઝેડ. એમ. પટેલ વિદ્યાલય લવાછાનું HSC પરીક્ષામાં 100 % પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત લવાછા ગામની શ્રી ઝેડ. એમ. પટેલ વિદ્યાલયે HSC 2026 પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે નવી સિદ્ધિ નોંધાવી છે. શાળાએ આ વર્ષે 100 ટકા પરિણામ હાંસલ કરી ગૌરવ મેળવ્યું છે. પરિણામમાં વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ટોચનાં ક્રમો પ્રાપ્ત કર્યા છે. જેમાં પ્રથમ ક્રમે જીલકુમારી રાકેશભાઈ પટેલે 99.41 PR (648/700) મેળવી A1 ગ્રેડ સાથે શાળાનું નામ રોશન કર્યું છે. દ્વિતીય ક્રમે ફેનિકુમારી અરવિંદભાઈ પટેલે 99.27 PR (645/700) મેળવી A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે તૃતિય ક્રમે ઇપ્સી નરેશભાઈ ખલાસીએ 98.98 PR (639/700) સાથે A1 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળાનાં કુલ 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પ્રસંગે શ્રી જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. સૌએ શિક્ષકમંડળનાં માર્ગદર્શન અને વાલીઓનાં સહયોગને આ સિદ્ધિનો મુખ્ય શ્રેય આપ્યો હતો.
👇 સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં 👇
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
