તાપી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા ૫૭ પ્રશ્નો પૈકી ૪૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
Contact News Publisher
રૂબરૂ ઉપસ્થિત ૩૬ અરજદારોના પ્રશ્નોને વાચા આપતા કલેકટર ડૉ. વિપીન ગર્ગ
—
જિલ્લા કલેકટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦:- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૫૪ અરજદારોના કુલ ૫૭ પ્રશ્નો હતા. સ્વાગત કાર્યક્રમમાં ૩૬ અરજદારો તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત કાર્યક્રમના રજૂ થયેલા કુલ ૫૭ પ્રશ્નો પૈકી ૪૮ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
