સોનગઢના હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢતી સોનગઢ પોલીસ

0
IMG-20260421-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢના હિરાવાડી ગામ ડેરી ફળીયામાં ઘરની બારીના સળીયાને કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટમાંથી રોકડા રૂપિયા ૨૦,૦૦૦/-લઈ જઈ તેમજ દાઉદભાઈ જયતાભાઈ ગામીતના ઘરના છત પર રાખેલ નળીયા ખસેડી ઉપરથી ઘરમાં આવી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૧૦,૦૦૦/- તેમજ રમીલાબેન નગીનભાઈ ગામીતના ઘરની બારીના સળીયા તોડીને કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૫૦૦/- ની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમો કુલ્લે રૂપિયા ૩૦,૫૦૦/- ના મત્તાની ચોરી રાત્રી દરમ્યાન કરી લઈ ગયેલાની ફરીયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ હતી, જે ગુનો શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ હોય તે આધારે કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઈ તથા અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાનો આરોપી રાણીઆંબા રેલ્વે ફાટક પાસે આવવાની બાતમી હકિકત હોય, જેથી રાણીઆંબા રેલ્વે સ્ટેશન પાસે પોલીસ વોચ તપાસમાં હતી તે વખતે આરોપી અવિનાશ ઉર્ફે અવિ અશ્વિનભાઇ ગામીત રહે.નાના કાકડકુવા, વડ ફળીયુ તા.સોનગઢ જી.તાપી પોતાની માલીકીની TVS કંપનીની નંબર પ્લેટ વગરની મોપેડ લઈ આવતા તેણે રોકી લઈ પુછપરછ કરતા તેણે હિરાવાડી ગામે ડેરી ફળીયામાં આવેલ અલગ-અલગ ત્રણ ઘરોમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલી અને તે ચોરી કરેલ ભારતીય દરની અલગ અલગ ચલણી નોટો રોકડા રૂપિયા ૩૦,૫૦૦/- પોતાના પેન્ટના ખિસ્સામાંથી મળી આવતા ગુનાના કામે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ પો.સ.ઈ. કે.આર. ચૌધરી કરી રહેલ છે.

પકડાયેલ આરોપી:-

1. અવિનાશ ઉર્ફે અવિ અશ્વિનભાઇ ગામીત ઉ.વ.૨૧ ધંધો. મજુરી રહે.નાના કાકડકુવા. વડ ફળીયુ તા.સોનગઢ જી.તાપી

ડિટેક્ટ થયેલ ગુનાની વિગત:-

(૧) સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર. નં-૧૧૮૨૪૦૦૪૨૬૧૦૩૩/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪),૩૦૫(એ) મુજબ.

મળી આવેલ મુદ્દામાલ ;-

1- ૩૦,૫૦૦/- રોકડા રૂપિયા, 2- એક નંબર પ્લેટ વગરની TVS મોપેડ, ૩- મોબાઈલ નંગ-૨. ઉપરોક્ત કબજે કરેલ તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ.૯૦,૫૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારીની વિગત.

1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ

2) કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન

3) એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન

4) અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

5) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશન.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other