સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાપી જિલ્લાના શિક્ષકોએ કલાત્મક રંગોળીઓ કંડારી મતદારોને જાગૃત કર્યા
તાપી જિલ્લામાં લોકશાહીના પર્વને રંગોથી વધાવતા શિક્ષકો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યાયા) : તા.18 :- તાપી જિલ્લામાં આગામી તા. ૨૮મીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ માં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘સ્વીપ’ પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે પોતે પણ કલાત્મક અને અર્થસભર રંગોળીઓ દ્વારા મતદાન જનજાગૃતિનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે.
તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ CRC (ક્લસ્ટર રિસોર્સ સેન્ટર) ખાતે શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા મતદાન જાગૃતિના ઉમદા હેતુથી ભવ્ય રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. ઘોડચિત સહિતના વિવિધ કેન્દ્રો પર શિક્ષકોએ ‘માય વોટ, માય ચોઈસ’, ‘વોટ ફોર બેટર ઇન્ડિયા’ અને ‘મતદાન જાગૃતિ’ જેવા પ્રેરક સૂત્રોને રંગોળી અને કલાના માધ્યમથી કંડારીને નાગરિકોને મતદાન માટે જાગૃત કર્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
