ઉમરપાડા તાલુકામાં પાંચ ગામોમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ રૂપિયા 3.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ઉમરપાડા તાલુકાના નસારપુર, ઉભારિયા, ગુંડીકુવા, આમલી, ડાભડા સહિત પાંચ ગામોમાં રૂપિયા 3.87 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. નસારપુર ગામે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા આવી પહોંચ્તાં સ્થાનિક આગેવાનો સુરત જિલ્લા પંચાયતના માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા અને ઉમરપાડા તાલુકાના પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા અને ગામના સરપંચ મનોજભાઈ વસાવા સહીત આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કાકડવા થી એપ્રોચ રોડ રૂપિયા ૬૦ લાખ, નસારપુર ગામે થી ભગત ફળિયા રોડ રૂપિયા ૪૮ લાખ, વાડી નસારપુર થી ઉમર ફળિયા રોડ રૂપિયા ૬૦ લાખ, નસારપુર ગામે આદિવાસી ફળિયા રોડ રૂપિયા ૪૨ લાખ, સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉભારિયા ગામેથી સ્મશાન સુધી રસ્તાનું કામ રૂપિયા ૮૦ લાખનું ખાતમુહૂર્ત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુંડીકુવા ગામે રૂપિયા 5 લાખના ખર્ચે બનેેલા સી.સી. રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝંખવાવ ગામથી ગુંદીકુવા અને આમલી દાભડા માર્ગનું રૂપિયા ૯૭ લાખના ખાતમુહૂર્ત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામ સિંગભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, વાડીગામના માજી સરપંચ ભુપેન્દ્રસીંહ વસાવા, ઉમરખાડીના સરપંચ ગુલાબભાઈ વસાવા, સરવણ ફોકડીના સરપંચ નટવરભાઈ વસાવા, માંગરોળ તાલુકાના માર્ગ અને મકાનના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષભાઈ પટેલ, ઉમરપાડા તાલુકા પંચાયતના નાયબ અધિક મદદનીશ ઇજનેર નિખિલભાઇ પટેલ, માર્ગ અને મકાનના અધિકારીઓ અને તાલુકા પંચાયત અધિકારીઓ અને વિવિધ ગામના સરપંચો હાજર રહ્યા હતા.