મતદાન જાગૃતિ માટે ડોલવણ ખાતે ૮૦૦ જેટલા શિક્ષકોએ સામુહિક પ્રતિજ્ઞા લીધી

0
IMG-20260410-WA0004
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.10 :- તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને મહત્તમ મતદાન થાય તથા મતદારોમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશય સાથે વહીવટી તંત્ર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.

જેને અનુલક્ષીને ૦૯મી એપ્રિલના રોજ ડોલવણના શિક્ષક સહકાર ભવન ખાતે મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં અંદાજિત ૮૦૦ જેટલા શિક્ષકોએ ઉપસ્થિત રહીને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને મતદાન માટે જાગૃતિના સામૂહિક શપથ લીધા હતા.

આ પ્રસંગે તાપી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.આર. ધોરાજીયા, મામલતદારશ્રી એસ.એમ. વાઘાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સી.એમ.પટેલ, ટી.પી.ઇ.ઓ. શ્રી કે.કે. ગામીત સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *