૧૧મીએ બીજો શનિવાર હોવા છતાં ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ખુલ્લી રહેશે
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છતા તમામ ઉમેદવાર જોગ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10 :- રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર આ ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૧-૦૪-૨૦૨૬ છે.
તા. ૧૧-૦૪-૨૦૨૬ના રોજ બીજો શનિવાર હોવાથી સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં રજા છે, પરંતુ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે કે તમામ ચૂંટણી અધિકારીશ્રીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરીઓ ચાલુ રહેશે.
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારો નિયત સમયમર્યાદામાં પોતાના ફોર્મ ભરી શકે તેવા આશય સાથે રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રી આર. જી. ગોહિલ દ્વારા અખબારી યાદી જાહેર કરીને તમામ ઉમેદવારોને આ બાબતની નોંધ લેવા જણાવાયું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
