વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬
—
મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્રએ પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯ :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં જિલ્લાના નાગરિકોની ભાગીદારી વધે અને ખાસ કરીને યુવા મતદારો જાગૃત બને તેવા ઉમદા આશય સાથે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓના માધ્યમથી પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટેની તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહ સાથે જોડાઈને લોકજાગૃતિ પ્રસરી રહ્યા છે.
આ અભિયાન હેઠળ વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના માધ્યમથી લોકશાહીમાં મતના મૂલ્ય વિશે સમજ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, ‘મારો મત, મારો અધિકાર’ના નારા સાથે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીઓ કાઢવામાં આવી હતી. આ રેલીઓમાં બાળકોએ પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર દ્વારા વાલીઓ તથા આસપાસના ગ્રામજનોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
