છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- મુનાફ ખાન અહમદઅલી પઠાણ ઉ.વ.૪૯ રહે-૩/૩૧૩૮, કોટેજ, જુમ્મા શાહ ટેકરા આંબાવાડી કાલીપુલ સુરત ને તા.૦૮/૦૪/૨૦૨૬ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-4:-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
