છેલ્લા ૨૫ વર્ષથી વાલોડ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર તથા ધાડના ગુનાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

0
IMG-20260408-WA0000
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : માહે માર્ચ/૨૦૦૦ માં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર તથા ધાડનો ગુન્હો દાખલ થયેલ જેમાં આરોપીઓએ કાવતરૂ રચી ફરીયાદીની યાર્નના કાર્ટુન ભરેલ ટ્રક નંબર MH-04-P-3476 માં મુસાફર તરીકે કીમ ચાર રસ્તા ખાતેથી બેસી વાલોડ નજીક પેશાબ કરવાના બહાને ટ્રક ઉભી રખાવી ટ્રકના ડ્રાઈવર પરસરામ દત્તરામ યાદવ અને ક્લીનર નનકન યાદવને વારા ફરતી કેબલ વડે આરોપીઓએ ગળે ફાસો આપી મોત નિપજાવી ડ્રાઈવરની લાશને વાલોડ પોલીસની હદમા તથા ક્લીનરની લાશના માથા ઉપર ટ્રકનુ વ્હિલ ફેરવી તેની લાશને માંડવી પોલીસ સ્ટેશનની હદમા ફેકી દઈ ટ્રકમાં ભરેલ યાર્ન કાર્ટુન-૧૨૯, કિંમત રૂ. ૭,૦૦,૦૦૦/- ની લુંટ કરી ટ્રકને વ્યારા પોલીસ સ્ટેશનની હદમા બીનવારસી છોડી દઈ નાશી જઈ એકબીજાની મદદગારીથી ગુન્હો કરેલાનો બનાવ બનતા વાલોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૬/૨૦૦૦ ઈ.પી.કો. કલમ ૩૯૬, ૨૦૧, ૧૨૦- બી મુજબનો અનડીટેકટ ગુન્હો દાખલ થયેલ.

ઉપરોક્ત ગુન્હામાં પ્રથમ (૧) ઉમર મહંમદ અલ્તાફ હુસૈન સૈયદ (૨) અકીબખાન ઉર્ફે મામા યાસુખાન પઠાણ (૩) સુભાષભાઈ મોજીલાલ સીંગ (૪) મોબીન અહેમદ મહંમદ ઈદ્રીશ શેખ (૫) શમશેરઅલી અખબરખાન તમામ રહે અંકલેશ્વરની ધરપક્ડ કરવામા આવેલ તથા આરોપીઓ (૧) મશુદઅલી સરવબઅલી સૈયદ (૨) ગીરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મીશ્રા (૩) વકીલ ને વોન્ટેડ જાહેર કરેલ.

ઉપરોક્ત અટક કરવામાં આવેલ આરોપીઓ પૈકી આરોપીઓ શમશેરઅલી અખબરખાન તથા મોબીન અહેમદ મહંમદ ઈદ્રીશ શેખ ભરૂચ ખાતેથી કૈદી જાપ્તામાંથી ફરાર થતી વખતે આરોપી શમશેરઅલી અખબરખાન પોલીસ એન્કાઉન્ટરમાં મરણ પામેલ.

ઉપરોકત ગંભીર પ્રકારના ગુનામાં અટક કરવાના બાકી રહેતા આરોપીઓ શોધી કાઢવા શ્રી ડી.એસ. ગોહીલ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. તાપી તથા શ્રી જે.બી. આહિર, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, પોલીસ ટીમના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ બાબતે જરૂરી હ્યુમન સોર્સ દ્વારા તેમજ ટેકનિકલ દ્વારા માહિતી મેળવતા હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઈ અને પો.કો. રોનકભાઈ સ્ટીવનસનને મળેલ બાતમી આધારે આ ગુનાનો છેલ્લા ૨૫ વર્ષથી નાસતો ફરતો રહેલ આરોપી-ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા ઉ.વ.૫૦ રહે.હરનાહપુર, શિપાહ મહેરી, કુંડા જી.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ ને તેના વતન ખાતેથી શોધી કાઢી પકડી પાડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાલોડ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

ઉપરોકત હાલમાં પકડાયેલ આરોપી વાળ-દાઢી વધારી વેશ પલ્ટો કરી પોતાની ઓળખ છુપાવી અલગ અલગ જગ્યાએ રહી આજદિન સુધી નાસતો ફરતો રહેલ અને પકડાઇ જવાની બીકે મોબાઇલ નો ઉપયોગ ટાળતો આવેલ તેમ છતા તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડ ના પોલીસ અધિકારી/ કર્મચારીઓએ જરૂરી હ્યુમન સોર્સ દ્વારા તેમજ ટેકનિકલ દ્વારા માહિતી મેળવી મજરકુર આરોપીને શોધી કાઢી પકડી પાડેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઇ સ્ટીવંસન, ડ્રા.એ.એસ.આઇ. કિરણભાઇ વેચ્યાભાઈએ તથા એલ.સી.બી. તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની ટીમે કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other