વાલોડના સ્યાદલા ખાતે શબરી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી 

0
IMG-20260406-WA0002
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 06 :- રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ ચૂંટણી પર્વમાં ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓની સાથે મતદારોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

જેના ભાગરૂપે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સ્યાદલા ખાતે કાર્યરત શબરી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. વિદ્યાર્થીનીઓએ ‘મતદાન મારો અધિકાર’ જેવા પ્રેરક સૂત્રો સાથેના પ્લેકાર્ડ્સ અને બેનરો હાથમાં રાખી નાગરિકોને મતાધિકારના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ રેલી ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને લોકશાહીના મૂલ્યોનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડ્યો હતો. ચૂંટણી જાહેર થતા જ તાપી જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે આ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી નાગરિકોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *