સામાન્ય ચૂંટણી દરમિયાન સભા-સરઘસ સંદર્ભે જાહેરનામુ
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬ :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિ, વ્યક્તિઓએ સક્ષમ અધિકારીની પરવાનગી વિના કોઈ સભા બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં. કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. ઉમેદવાર ઉમેદવારી પત્રો ભરવા કે, ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે, ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહીં.
જ્યાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં. તેમજ ખેલલ પહોંચાડવી નહીં. ચૂંટણીની સભા, સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ, બેનર્સ કે કટઆઉટ રાખી શકશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે. પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી, શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.
નોંધનીય છે કે, લગ્નના વરઘોડા, સિનેમા ટાઉનહોલમાં, સ્મશાનયાત્રામાં, એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુદ્ધ આશયથી જતી વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી. તેમજ સક્ષમ અધિકારીશ્રીએ આપેલ સભા, સરઘસની પરવાનગીથી યોજાતા સભા કે સરઘસમાં જતી, ભાગ લેતી વ્યક્તિઓને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો અમલ તા.30.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
