સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ચૂંટણીલક્ષી કામગીરી માટે સરકારી વાહનોના ઉપયોગ સંદર્ભે જાહેરનામુ 

0
elec
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૬ :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, ચૂંટણી વિષયક કામગીરી માટે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહિ. નીચે દર્શાવેલી બધી કચેરીઓના વાહનોનો સરકારી વાહનોમાં સમાવેશ થાય છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ ખાનગી મુલાકાતો માટે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકે છે. આવી ખાનગી મુલાકાતો માટે તેઓનો સરકારી અંગત કર્મચારી વર્ગ તેઓની સાથે લઈ જઈ શકશે નહિ.

સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત તેમના સરકારી રહેઠાણથી તેમની સરકારી કચેરી સુધી સરકારી કામકાજ અર્થે આવવા-જવા માટે કરી શકશે. પરંતુ શરત એ રહેશે કે આવી અવર-જવર કોઈ ચૂંટણી વિષયક કામગીરી અથવા રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ન હોવી જોઈએ. મંત્રીશ્રીઓ, બોર્ડ, કોર્પોરેશનના બિનસરકારી પદાધિકારીઓ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ સરકારી કામે, સરકારી વાહનમાં પ્રવાસ કરે ત્યારે જે ગામે ચૂંટણી હોય ત્યાં મુલાકાત લઈ શકશે નહિ અથવા રોકાણ કરી શકશે નહિ.

ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઈપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહિ. આવા વાહનોમાં હેલિકોપ્ટર, એરક્રાફ્ટ, કાર, જીપ, ઓટોમોબાઈલ્સ, બોટ વગેરેનો સમાવેશ થાય છે.

સરકારી વાહનો ઉપરાંત રાજ્ય સરકારના જાહેર સાહસો, સંયુક્ત સાહસો, સ્થાનિક સોસાયટીઓ, જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયતો તેમજ જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી કોઈપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહિ.

ઉમેદવાર/મતદાન એજન્ટ/પક્ષીય કાર્યકરો મતદાન બંધ કરવા માટે નિયત કરેલ કલાક સહિત પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન જાહેર સભાઓ યોજવી અને મતદાન મથક સુધી જવા-આવવા માટે મતદારોના વાહનોની અવર-જવર જેવી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે. અસામાજિક તત્વોની હેરફેર માટે કે, ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકશે નહિ.

ઉમેદવાર/મતદાન એજન્ટ/પક્ષીય કાર્યકરો આવી પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચૂંટણી કાર્યના સમય દરમ્યાન મતદારોને લાવવા લઈ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે કે, ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકશે નહિ. વાહન ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવાનું રહેશે. કોઈપણ વ્યક્તિ પોતાના કોઈપણ પ્રકારના વાહનોમાં મતદારોની ફેરાફેરી કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકાશે નહીં. વાહનનો પોતાના અને પોતાના કુટુંબની વ્યક્તિઓ પુરતો મર્યાદિત ઉપયોગ કરી શકશે.

કોઈપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેમની સહમતિથી બીજી કોઈપણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથક ખાતેથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પ્રતિબંધ સરકારી અધિકારીઓ કે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે તેવા અધિકારીઓને લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો અમલ તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *