સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫/૦૪/૨૦૨૬ના રોજ શ્રી ડી.એસ.ગોહીલ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.તાપી નાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર.પટેલ, એલ.સી.બી., જી.તાપી નાઓ એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે તાપી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન એ.એસ.આઇ. ગણપતભાઇ ઇશ્વરભાઇ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ બાતમી આધારે, સોનગઢ પોપો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામના નાસતા ફરતા વોન્ટેડ આરોપી-અક્ષય ભુલજી ગામીત, ઉ.વ.૩૧, રહે. નવી દિલ્હી ફળીયુ, રાણીઆંબાગામ, તા.સોનગઢ, જી.તાપી ને તા.૦૫/૦૪/૨૦૨૬ ના રોજ ઇન્દુ ઓવરબ્રીજ પાસે પકડી પાડી આગળની વઘુ કાયદેસરની કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે સોપેંલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી, જી.તાપીના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ (૧) પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ (૨) એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ (૩) અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ (૪) હે.કો. ભુપેન્દ્રસિંહ મહોબ્બતસિંહ (૫) પો.કો. ધનંજય ઇશ્વરભાઇ તમામ નોકરી એલ.સી.બી/પેરોલ ફર્લોસ્કોડ જી.તાપીએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
