કુકરમુંડાના બાબલા ગામમાં થયેલ સી.સી. રોડનાં કામમાં ભ્રસ્ટાચાર બાબતે ટી.ડી.ઓ.ને કાર્યવાહી કરવા માંગ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર ):તાપી જિલ્લાને અડીને આવેલ કુકરમુંડા તાલુકામા ગ્રુપ ગ્રામ પંચાયત બાલબા ગામમાં થયેલ સી.સી. રસ્તાના કામમા થયેલ ભ્રષ્ટ્રાચાર બાબતે એસ્ટીમેન્ટની નકલ મેળવવા માટે બેજ ગામના જાગૃત નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીશ્રી કુકરમુંડાને લેખિત માગ કરતાં જ ખળભળાહટ મચી જવા પામી છે.
તાપી જિલ્લાના છેવાડે આવેલ ગામ સેવાળા તાલુકો કુકરમુંડા ખાતે બાલબા ગ્રુપ ગ્રામ પચાયતના તમામ સી.સી. રસ્તાના કામમા હલકી ક્ક્ષાના ગુણવાનું કામ થયેલ હોય બેજ ગામના ગ્રામજનોએ એસ્ટીમેન્ટ કોપી માગતા જ તાલુકા પંચાયતમાં ખળભળાહટ મચી જવા પામ્યો છે. બાલબા પંચાયતમાં વર્ષ 19/20 સી.સી. રસ્તા તો બનાવામાં આવેલ છે પરંતુ સી. સી. રસ્તામાં પણ ભ્રસ્ટાચાર થવાની રાવો કુકરમુન્ડા તાલુકાના બી ટી એસના પ્રમુખશ્રી શીલાબેન પ્યારેલાલભાઈ વળવી કરી રહયા છે. મળતી માહિતી મુજબ બેજ ગામના નાગરિકો જણાવે છે કે તમામ સી.સી. રસ્તાઓ પર હલકી ક્ક્ષાનું સિમેન્ટ તથા લોખંડ વગર જ રસ્તાનું ઉપારી છાપરી કામ કરીને બિલ પાસ કરાવી લેવામાં આવ્યા છે. તાલુકા ક્ક્ષાના અધિકારીઓએ ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપો સાથે ગ્રુપ ગ્રામ પંચાયત બાલબમાં સમાવેશ બેજના જાગૃત નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીશ્રી કુકરમુન્ડા પાસે માંગ કરી રહ્યા છે કે તમામ સી. સી રસ્તાઓના એસ્ટીમેન્ટ એમને આપવામા આવે. બી. ટી. એસ ના પ્રમુખશ્રી શીલાબેન એ તાલુકા વિકાસ અધિકારી કુકરમુંડાને લેખિતમા રજુઆત કરવામા આવી છે. ત્યારે જોવાનું રહે છે કે ગામના જાગૃત યુવાનો દ્વારા રસ્તા બાબતે કરવામા આવેલ ફરિયાદની અધિકરી તાપસ હાથ ધરશે કે ? એ સવાલ લોકોમા ઊભો થયો છે.