તાપી જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે જાહેર માર્ગો, સરકારી મકાનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું 

0
elec
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

— 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 05 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવાર કે વ્યક્તિએ પોતાના ચૂંટણી પ્રચાર અંગે જાહેર માર્ગો, સાર્વજનિક માર્ગો, જાહેર કે સરકારી મકાનો, જગ્યાઓ, મિલ્કતો કે માર્ગોની બન્ને બાજુઓ વાહન વ્યવહાર માટે વપરાતા, પ્રવૃત રહેતા ક્રોસીંગ, ચાર રસ્તા, એસ.ટી.સ્ટેન્ડ, શેરીઓના નાકા, મકાનો, જાહેર મિલકતો વગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, પુંઠા કે કાગળ કે અન્ય માધ્યમોના પોસ્ટરો, ચિત્રો અને રાજકીય અગ્રણીઓના કટ આઉટ વગેરે ઉભા કરવાનો અને પ્રદર્શિત કરવાનો અને એ જ રીતે રેલ્વેની મિલકતો, સરકારી મકાનો, જાહેર મિલકતો તથા વીજળી અને ટેલિફોન થાંભલા જેવી સરકારી મિલકતો સહિત તમામ પ્રકારીની જગ્યાએ વિશાળ મકાનો દરવાજા, જાહેર પાટિયા, બેનરો, ધજા, પતાકા, ભીંતચિત્રો વગેરે ચૂંટણીના પ્રચાર માટે મુકવા કે ઊભા કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાની અમલવારી તા.૩૦.૦૪.૨૦૨૬ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *