તાપી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

0
hathiyar
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04 :- તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, જાહેર સુલેહ શાંતિ તથા સલામતી જળવાય તેવા આશય સાથે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે.

જાહેરનામા મુજબ, તા.૨૬.૦૫.૨૦૨૬ સુધી કોઈ પણ વ્યક્તિએ શસ્ત્રો, ડંડા, તલવાર, સોટા, ધોકા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ સાધન સાથે રાખવું નહીં, કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવા નહી. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો સાથે લઈ જવા નહીં, એકઠા કરવા નહી તથા તૈયાર કરવા નહી.

ધાર્મિક સ્થળોની પવિત્રતા જળવાય તે હેતુથી લોકોની લાગણી દુભાય તેવું કોઈ પણ કૃત્ય કરવું નહીં, તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં કોઈ પદાર્થ કે પાણી ભરીને ધાર્મિક સ્થળો પર ફેંકવા નહીં. માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ કે અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે તેવું વર્તન ટાળવું. આ ઉપરાંત, જાહેર સભ્યતા અને નૈતિકતાનો ભંગ થાય તેવા ભાષણો આપવા નહીં, અશોભનીય હાવભાવ કે ચેષ્ટા કરવી નહીં, તેમજ તેવા પ્રકારના ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ તૈયાર કરી તેનું પ્રદર્શન કે ફેલાવો કરવો નહીં.

જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહી. લોકોને અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહી. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરસભા અથવા સરઘસનું આયોજન કરવું નહી. ઉક્ત તમામ બાબતોનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *