તાપી જિલ્લામાં હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬
—
તાપી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 04 :- તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા વિસ્તાર તથા તાપી જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
જાહેરનામા મુજબ, તાપી જિલ્લાના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમ 1959 ની કલમ 2 ની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર પોતાની પાસે રાખવા, ધારણ કરવા અને હથિ.યાર સાથે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યુ છે, ઉપરાંત હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. આ જાહેરનામાની અમલવારી ૩૦.૦૪.૨૦૨૬ દરમિયાન કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
