માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલય ખાતે સરકારે ઉભા કરેલા દક્ષિણ ગુજરાતમાં વિદેશથી આવતાં પેસેન્જરો માટે હોમકોરોન્ટાઈન સેન્ટરમાંથી આજે ૬૭ લોકોને ઘરે જવાની મંજુરી અપાઈ
તમામનું મેડીકલ ચેક અપ કરી, પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ) ગામે ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ તરફથી અદ્યતન સુવિધા ધરાવતી કન્યા છાત્રાલય ની ઇમારત ઉભી કરવામાં આવેલી છે.
છેલ્લા કેટલાંક સમયથી સમગ્ર રાજ્યમાં કોરોનાની જે મહામારી ઉભી થવા પામી છે, જેને પગલે લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું , જેથી અનેક કામ, ધધા, રોજગારી બંધ થઈ જવા પામી હતી, વાહન વ્યવહાર અને હવાઇ મુસાફરી પણ બંધ કરવાની સરકારને ફરજ પડી હતી, થોડા સમય પહેલાં સરકાર તરફથી ખાસ પ્લેન સેવા શરૂ કરવામાં આવી છે, આ પ્લેનમાં ગુજરાત રાજ્યના દક્ષિણ વિભાગનાં જે મુસાફરો આવે એ તમામ મુસાફરોને ઉપરોક્ત છાત્રાલય ખાતે ઉભા કરાયેલ હોમકોરોન્ટાઈન સેન્ટરમાં ફરજીયાત સાત દિવસ રહેવાનું હોય છે, હાલમાં આ સેન્ટર ખાતે કુલ ૧૦૦ જેટલાં વિવિધ દેશોમાંથી પ્લેન મારફતે આવેલાં મુસાફરોને રાખવામાં આવ્યા છે, જેમાંથી ૬૭ મુસાફરોના આજે સાત દિવસ પુરા થતાં આ ૬૭ મુસાફરોની આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાંકલનાં મેડીકલ ઑફિસર ડો.શાહી અને સ્ટાફ દ્વારા મેડીકલ ચેકઅપ કરી , ૬૭ મુસાફરોને મેડીકલના ફીટનેસ પ્રમાણપત્રો આપી, પોતાનાં ઘરે જવા પરવાનગી આપવામાં આવી છે, સાત દિવસ સુધી રહેવા અને જમવાનો તમામ ખર્ચ સરકારે ચૂકવ્યો છે, હજુ આ સેન્ટર ખાતે ૩૩ મુસાફરો છે, અને રોજે રોજ નવા મુસાફરો આવી રહ્યા છે, જો કે આ તમામ ૬૭ મુસાફરોએ પોતાનાં વતનમાં જવા માટે પોતે જ વાહનની વ્યવસ્થા કરવાની રહેશે.