તાપી જિલ્લામાં ‘જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું 

Contact News Publisher

પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 30 – રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ‘જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા (CGSS-૨૦૨૬)’ આગામી તા. ૦૪.૦૪.૨૦૨૬ ના રોજ યોજાનાર છે. તાપી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક દરમિયાન યોજાનારી આ પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી વાતાવરણમાં સંપન્ન થાય તેવા આશય સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે

જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર તેમજ ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થીઓ સહિત કોઈપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્રની અંદર હથિયાર કે મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. પરીક્ષા દરમિયાન શૈક્ષણિક કાર્યમાં ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ તમામ પ્રતિબંધો પરીક્ષા શરૂ થવાના એક કલાક પૂર્વેથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *