છેવાડાના માનવી સુધી આર્થિક સહાયનો લાભ પહોંચાડી શકાય તેવા આશય સાથે ઉકાઈ ખાતે પીએમ સ્વનિધિ કેમ્પ યોજાયો 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 26 :- ઉકાઈ તાલુકા પંચાયત કચેરી ખાતે બુધવારે યોજાયેલા ‘પીએમ સ્વનિધિ કેમ્પમાં ૨૫ થી વધુ નાના વેપારીઓ અને શ્રમિકો જોડાયા હતા, જેમને પીએમ સ્વનિધિ યોજના વિશે વિગતવાર અને સચોટ સમજૂતી આપવામાં આવી હતી.

છેવાડાના માનવી સુધી આર્થિક સહાયનો લાભ પહોંચાડી શકાય તેવા આશય સાથે ઉપસ્થિત અધિકારીઓએ યોજના હેઠળ મળતી લોન સહાય અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી તેજસભાઈ ચૌધરી, લીડ ડિસ્ટ્રીકટ મેનેજર શ્રી ભરત મકવાણા, એસ.બી.આઈ. (SBI) અને બી.ઓ.બી. (BOB) જેવી અગ્રણી બેંકોના મેનેજરશ્રીઓ, વ્યારા નગરપાલિકા મેનેજર શ્રી મયંકુમાર એચ. ચૌધરી સહિત સ્થાનિક સરપંચશ્રી અને તલાટીશ્રી હાજર રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *