મોસાલી વીજ સબસ્ટેશનમાંથી નીકળતાં નાનીનરોલી અને નોગામ એચ.ટી. ફીડરની લાઈન ઉપર વીજળી પડતાં ટોપનાં ભુક્કા બોલાવી દીધા : વીજ પુરવઠો બંધ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ ખાતે કાર્યરત ડી.જી.વી. સી.એલ ની નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવેલ મોસાલી વીજ સબસ્ટેશનમાંથી તેર જેટલાં એચ.ટી.લાઇનના ફીડરો ઉભા કરવામાં આવેલા છે.
ગત રાત્રી દરમિયાન એકા એક વીજળીના તડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, આ વખતે મોસાલી વીજ સબસ્ટેશનમાંથી નીકળતાં નાનીનરોલી અને નોગામ એચ.ટી. લાઇનના ફીડર ઉપર વીજળી પડી હતી, જેમાં નાની નરોલી ફીડર ઉપર બે જગ્યાએ અને નોગામ ફીડર ઉપર એક જગ્યાએ મળી કુલ ત્રણ જગ્યાએ વીજળી પડતાં લાઇનના પોલ ઉપરના ટોપ નાં ભુક્કા થઈ જવા પામ્યા હતા. જેથી આ ફીડર ઉપર આવતાં તમામ ગામોનો વીજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો, જો કે સવારે ડી.જી.વી.સી.એલ.ની ટીમે આ લાઈનો ઉપર પેટ્રોલીંગ કરી જે સ્થળે વિજળીઓ પડી હતી તે પોલો શોધી કાઢી લાઈનની મરામત કરી વીજપુરવઠો શરૂ કરી દીધો હતો. જો આ બનાવ દિવસ દરમિયાન બનતે તો કદાચ જાન હની પણ થઈ શકતે.