દિવસ દરમિયાન તારીખ ૨૦મી થી સુરત જિલ્લાના દરેક તાલુકાની તાલુકા પંચાયત દીઠ ચાર બેઠકો ઉપર સંયોજકોની મીટીગોનું આયોજન કરવાનો કાર્યક્રમ બનાવવા કોગ્રેસનાં જિલ્લા પ્રમુખે તાલુકા પ્રમુખોને કરેલો આદેશ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : કોરોના મહામારીને પગલે તથા લાંબો સમય લોકડાઉન રહેવાને કારણે કોગ્રેસ પક્ષના સંગઠન કાર્યકમો આપણે કરી શકયા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર હોઈ હવે ઝડપથી આપણા અધુરા કાર્યકમોને પૂર્ણ કરવા ખુબ જ જરૂરી છે. સંગઠનનું વિકેન્દ્રીકરણ કરી પ્રદેશથી બુથ સુધી સંગઠનને વધુ સક્રિય કરવાના હેતુસર આપણે જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત બેઠકદીઠ સંયોજક બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં આપ સૌની સક્રિયતાને કારણે આપણે કામગીરી પૂર્ણ પણ કરી છે. હવે આગળની કામગીરીની વિસ્તૃત સમજ આપવા પ્રદેશ પ્રતિનિધિઓ તાલુકાવાર પ્રવાસ કરનાર છે. આગામી તારીખ ૨૦મી જૂન ૨૦૨૦થી પોતાના જિલ્લામાં તાલુકાવાર દિવસમાં ૪ તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પ્રદેશ પ્રતિનિધિઓ અને સ્થાનિક મહત્વના આગેવાનોની ઉપસ્થિતિમાં નિમાયેલા સંયોજકોની મીટીંગનું આયોજન કરવાનું છે. જેથી આગળની કામગીરી આપણે ઝડપથી પૂર્ણ કરી શકીએ. જેથી સુરત જિલ્લાના તમામ તાલુકાનાં તાલુકા કોગ્રેસ પ્રમુખોને, સુરત જિલ્લા કોગ્રેસનાં પ્રમુખ જગદીશભાઈ પટેલે આદેશ આપ્યો છે.