માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી ફેબ્રુઆરી-૨૦૨૦ માં ટ્રેક્ટર, ટ્રેલર અને મોબાઇલની લૂંટ કરનારાઓમાંથી એક ને મુદ્દામાલ સાથે ઝંખવાવ ખાતેથી ઝડપી પાડતી જિલ્લા એસ.ઓ.જી.ટીમ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી ગઈ તારીખ ૧૯/૨/૨૦૨૦ નાં રોજ ટ્રેક્ટર, ટ્રેલર અને મોબાઇલની લૂંટ કરવામાં આવી હતી. આ ગુનાં માં સંડોવાયેલા ત્રણ આરોપીઓમાંથી એક આરોપીને આજે સુરત જિલ્લા એસ.ઓ.જી.ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
ગત તારીખ ૧૯ મી ફેબ્રુઆરીનાં રોજ
માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી અજાણ્યા ત્રણ શખ્સો એ અબુબકર ઈબ્રાહીમ ખાનજીનું સોનાલીકા કંપનીનું ટ્રેક્ટર તથા ટ્રેલર નંદાવ ખાતેથી સળિયા સેન્ટીંગનો સામાન લઈ જવા ભાડે કર્યું હતું, ચાલક વીનું મગન વસાવા લય ગયો હતો, જે ત્રણ શખ્સો આવ્યા હતા એમાંથી બે શખ્સો નંદાવ ગામની સીમમાં એક ખેતરમાં સામાન બતાવવાના બહાને અંદર લઈ ગયા હતા, આ બે શખ્સો એ ચાલકને રૂમાલથી બાંધી મારમારી બાંધી દઈ ચાલકનો મોબાઈલ, ટ્રેક્ટર અને ટ્રેલરની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા, આ અંગે તે સમયે માંગરોળ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, આ ગુનો શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ સુરત જિલ્લા એસ.ઓ.જી. ટીમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, એસ.ઓ.જી. ટીમનાં દીપેશભાઈ હસમુખભાઈ, આશીફખાન ઝહીરખાન પઠાણને બાતમી મળી કે ઉપરોક્ત ગુનાં નાં આરોપી ટ્રેક્ટર અને ટ્રેલર લઈ નેત્રંગ તરફથી ત્રણ શખ્સો વેચાણ કરવા સુરત તરફ આવી રહ્યા છે, જેને પગલે રેલવે ફાટક ઝંખવાવ ખાતે નેત્રંગ થી વાડી જતાં માર્ગ ઉપર વોચ ગોઠવી હતી, એસ.ઓ.જી. ટીમે આ ગુનાંનાં ત્રણ આરોપીઓમાંથી અરવિંદ વધેસિંહ દાવરા ,જાતે રાઠવા, રહેવાસી ગેનડા ગામ, એમ.પી.ને ટ્રેક્ટર, ટ્રેલર અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો છે, અને આ આરોપીએ આ ગુનાં ની કબૂલાત કરી છે, અને અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, આ બે આરોપીઓમાં રાકેશ ખેરસિંગ અવાસીયા, ઇનકુ દીનાં મોરી બંને રહેવાસી એમ.પી.ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, કુલ ત્રણ લાખ, એક હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, પકડાયેલ આરોપી બખતગઢ ખાતે સાત ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, આ કામગીરી એસ.ઓ.જી. શાખાનાં પી.આઇ. આનંદ બ્રહ્મભટ્ટ, ભુપેન્દ્ર અંબિકા પ્રસાદ, ભુપતસિંહ અંદરસિંહ, દીપેશભાઈ હસમુખભાઈ, જગદીશભાઇ કામરાજભાઈ, આશીફખાન ઝાહિરખાંન પઠાણ વગેરેઓએ સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું.