માંગરોળ તાલુકાની પચાસ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ઉપરથી ૧૯,૨૩૩ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરાયું
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની કુલ પચાસ દુકાનો ઉપરથી આજથી માંગરોળ તાલુકાનાં ૧૯,૨૩૩ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
માંગરોળ મામલતદાર કચેરીનાં, પુરવઠા વિભાગનાં નાયબ મામલતદાર ગીરીશભાઇ પરમારે જણાવ્યું છે કે હાલમાં કોરોનાં ની જે મહામારી ઉભી થઇ છે, જેને પગલે સરકારની સૂચના મુજબ નેફસા એ.એ.વાય., નોન નેફસા બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર જથ્થો તથા પી.એમ.જી.કે.વાય.હેઠળ રેશનકાર્ડ ધારકોને વિનામૂલીયે અનાજનો જથ્થો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ઉપરથી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમ મૂજબ તારીખ ૧૫ મી જૂનથી તારીખ ૨૫ મી જૂન સુધી અનાજનું વિતરણ કરવામાં આવનાર છે, સસ્તા અનાજની દુકાનો ખાતે સોશિયલ ડિસ્ટરન્ટ જાણવવા નું રહેશે તથા બગડેલું કે ખરાબ અનાજનો જથ્થો હોય તો તેનું વિતરણ કરવાનું નથી એવી સૂચના તમામ પચાસ દુકાનનાં સંચાલકોને આપવામાં આવી છે.