સુરત સાયકલિંગ ટીમ દ્વારા દરિયાકિનારે સ્વચ્છતા અભિયાન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધર્મેન્દ્ર પટેલ અને એમની ટીમ દ્વારા દરિયાકિનારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશાળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમાજમાં સ્વચ્છતા અંગે સકારાત્મક સંદેશ ફેલાવવાનો રહ્યો હતો. ટીમનાં સભ્યોએ ઉત્સાહપૂર્વક દરિયાકિનારે ફેલાયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરી સ્વચ્છતા કાર્ય કર્યું હતું. સ્થાનિક નાગરિકોએ પણ આ કાર્યથી પ્રેરણા લઈ તેમાં સહભાગીતા દર્શાવી હતી. આ સમગ્ર આયોજન ધર્મેન્દ્ર પટેલ દ્વારા સુચારુ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. તેમનાં માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સુરત સાયકલિંગ ટીમ ભવિષ્યમાં પણ આવા સામાજિક અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રતિબદ્ધ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
