વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઈ વાલોડ ખાતે નવનિર્મિત કન્યા છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિનયમંદિર ગ્રામભારતી કહેર-કલમકુઈમાં સરસ્વતી કન્યા છાત્રાલય લોકાર્પણ સમારોહ યોજાયો.
તારીખ. 15- 02-2026 ના રોજ વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઈ વાલોડ ખાતે નવનિર્મિત સરસ્વતી કન્યા છાત્રાલયના લોકાર્પણ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખશ્રી તરલાબેન શાહના અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં દાતાશ્રી માનનીય પટેલ અશોકભાઈ તથા મધુબેન અને ડો. કિશોરભાઈ ફ્રુટવાલા તથા કલ્પનાબેન ના સહયોગથી ધોરણ 9 થી 12માં 100 દીકરીઓ રહી શકે તેવું અદ્યતન મકાન બનાવવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વેડછી પ્રદેશ સેવા સમિતિના ટ્રસ્ટી પરિમલભાઈ દેસાઈએ કહ્યું હતું કે” એક શિક્ષિત દીકરી માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે” તેમજ તેમને દાનના મહિમા પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં અમરસિંહભાઈ ચૌધરી દિપકભાઈ મહેતા સાહેબ, મંત્રીશ્રી મનીષભાઈ મિસ્ત્રી, સંજયભાઈ દેસાઈ, નરેશ જી. પારેખ અનલભાઈ મરચન્ટ, ડો.રાયસિંગભાઇ ચૌધરી, ટ્રસ્ટી મંડળ, શિક્ષક મંડળ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં 10 જેટલી કૃતિઓ બાળકોએ સરસ મજાની કરી હતી. સૌ મહેમાનોએ સાંસ્કૃતિક પોગ્રામની ખૂબ જ પ્રશંસા કરી હતી.સમગ્ર સંચાલન શાળાના આચાર્યશ્રી હિતેશ માહ્યાવંશીએ કર્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
