જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે ‘ત્રિભાષી યુવા કવિ સંમેલન’ સંપન્ન
Javah(પ્રતિનિધિ દ્વાર, વ્યારા) : તા.16 :- પી.એમ.શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે શનિવારે યોજાયેલા ભવ્ય ‘ત્રિભાષી યુવા કવિ સંમેલન’ માં ભૂતપુર્વ શિક્ષણાધિકારી અને કવિ સર્જક તથા સાહિત્ય સેતુ, વ્યારાના પ્રમુખશ્રી નૈષધ મકવાણાએ સર્જનાત્મક સાહિત્ય અને લેખન કૌશલ્ય વિષય પર જ્ઞાનવર્ધક અભ્યાસાત્મક વ્યાખ્યાન આપ્યું હતું.
આ સંમેલનમાં ગીત, નિબંધ, વાર્તા જેવા સાહિત્ય સ્વરૂપો કેવી રીતે લખી શકાય તેની પાયાની બાબતો વિશે બાળકોને માર્ગદર્શન આફવામાં આવ્યું હતું. કવિ સંમેલન દરમિયાન બાળ કવિ સ્તવન ચૌધરી (ધો.12) શ્રુતિ મહાલે (ધો.12), આદર્શ સિંહ (ધો.11) ખ્યાતિ માહ્યાવંશી (ધો.9) વગેરે દ્વારા પોતાની હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં રચેલી કવિતાઓની પ્રસ્તુતિ કરી હતી. શિક્ષકો તરફથી અંગ્રેજી શિક્ષિકા શ્રુતિ દ્વિવેદી, એ.આઈ. શિક્ષક કેયુર ગામીત દ્વારા અંગ્રેજી, હિન્દી અને સુરતી બોલીમાં કવિતાઓની રજુઆતો થઈ હતી.
પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય બોરખડીના પ્રાચાર્યશ્રી તરફથી પ્રાપ્ત અખબારી યાદી મુજબ, તાપી જિલ્લાના વિવિધ સ્થળોએથી પધારેલા કવિશ્રીઓએ ખુબ શાનદાર કૃતિઓ રજુ કરી મુશાયરાને આખરી ઓપ આપ્યો હતો. સંચાલકશ્રી નૈષધ મકવાણા, પ્રો. ગીતા મકવાણા, આશા ગામીત, હેમંત પટેલ, મહેશ ધીમર, સુજીત ચૌધરી, ઉમેશ તામસે, યોગેશ ઉપાધ્યાય, સુરેન્દ્ર ગામીત, હેતલ ચૌધરી વગેરેએ પોતાની કવિતાઓ રજુ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
