સોનગઢના અલિફનગરને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ અમલમાં રહેશે નહી

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

છેલ્લા ૨૧ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબCOVID-19નો એક ૫ણ નવો કેસ નહિ નોંધાયો

(માહિતિ વિભાગ-તાપી) : વ્યારા; શુક્રવાર; વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારઅને ગુજરાત સરકારધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાજાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાનેલેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લાના સોનગઢમાં અલિફનગર ૨૦૦ ઘરોની વસ્તી-૧૬૨૫ને નિયંત્રિત વિસ્તાર COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલ હતો.

ઉક્ત વિસ્તારમાં મળી આવેલ ૧ (એક) કોરોના પોઝીટીવ વ્યકિતની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા ૨૧ દિવસનાં ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ મળી આવેલ નથી.

જેથી શ્રી આર.જે.હાલાણી,(આઈ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાતએ પેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ તાપી જિલ્લાના સોનગઢના અલિફનગર વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરતો હુકમ તા.૧૩/૦૬/૨૦૨૦થી અમલમાં રહેશે નહીં. આ ઉપરાંત અત્રેથી વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
૦૦૦૦૦૦૦

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other