ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુચારુ બનાવવા ઇ-રિક્ષાને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

Contact News Publisher

(મુકેશ  પાડવી દ્વારા, નિઝર) : તા. 05 :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ગુરુવારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુચારુ અને અસરકારક બનાવવા ઉચ્છલ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતો માટે શરૂ કરાયેલ ઇ-રિક્ષાઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પહેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરા સંકલન વ્યવસ્થાને વેગ મળશે તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિમાં વધારો થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જાલમસિંગભાઈ વસાવા, નિઝર પ્રાંત અધિકારી શ્રી ઓમકાર સિંધે તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *