વિશ્વ કેન્સર દિવસ : કેન્સર જેવી જટિલ બીમારીઓનું સુરક્ષા કવચ એટલે આયુષ્માન કાર્ડ : ૫.૬૯ લાખ પરિવારો નિશ્ચિંત
કેન્સર જેવી જટિલ બીમારીઓનું સુરક્ષા કવચ એટલે આયુષ્માન કાર્ડ : ૫.૬૯ લાખ પરિવારો નિશ્ચિંત
—
અત્યાર સુધી તાપી જિલ્લાના ૮,૧૧૯ લાભાર્થીઓએ રૂ. ૮.૬૭ કરોડની શ્રેષ્ઠ સારવાર મેળવી
—
આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- કહેવાય છે કે માંદગી કહીને આવતી નથી, પણ જ્યારે આવે છે ત્યારે તે માત્ર શરીરને જ નહીં, પરંતુ આખા પરિવારની આર્થિક અને માનસિક કમર તોડી નાખે છે. ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ સામે મધ્યમ વર્ગ માટે લડવું અઘરું બને છે.
આવતીકાલે ૪ ફેબ્રુઆરી છે, સમગ્ર વિશ્વમાં આ દિવસને ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સર સામેની લડાઈમાં સમયસર નિદાન અને સચોટ સારવાર એ જ સૌથી અમોઘ શસ્ત્રો છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય આશય લોકોને કેન્સર જેવા જીવલેણ રોગ સામે જાગૃત કરવા, તેના લક્ષણો ઓળખવા અને વહેલી તકે નિદાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
તમાકુનું સેવન, પ્રદૂષણ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી વિશે તેમજ આયુષ્માન ભારત યોજનાનો પણ લાભાર્થીને લાભ મળી રહે તેવા પરિણામલક્ષી કામગીરી તાપી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે છે.
આ અવસરે, તાપી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ વસાવાએ જણાવ્યું કે, મોંઘી સારવારના ડરે તપાસમાં વિલંબ ન કરવો જોઈએ, સરકાર આર્થિક સુરક્ષા આપવા કટિબદ્ધ છે. વધુમાં તેમણે જિલ્લાના પ્રત્યેક વંચિત નાગરિકોને આશિર્વાદરૂપી ‘આયુષ્માન ભારત યોજના’ નો લાભ લેવા અનુરોધ કર્યો છે.
આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે તાપી જિલ્લાએ આ ક્ષેત્રે પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધીમાં ૫.૬૯ લાખથી વધુ નાગરિકોએ આયુષ્માન કાર્ડ કઢાવ્યા છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ ૫.૬૯ લાખ પરિવારોની નિશ્ચિંતતાનું પ્રમાણ છે.
આ યોજના હેઠળ ગંભીર બીમારીઓ માટે વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવારની જોગવાઈ છે. તાપી જિલ્લાના ૮,૧૧૯ જરૂરિયાતમંદોએ કેન્સર, હૃદયરોગ, કિડની જેવા અને ૧૯૧૭ પેકેજમા દર્શાવેલ જટિલ રોગોનો આ કાર્ડના માધ્યમથી અત્યાર સુધીમાં રૂ. ૮.૬૭ કરોડની શ્રેષ્ઠ અને નિશુલ્ક કેશલેસ સારવાર મેળવી છે.
સરકારની આશિર્વાદરૂપી આ યોજના દર્દી તથા તેમના પરિવારજનો પર પડનારા શારીરિક-માનસિક ચિંતા અને આકસ્મિક ભારણને સંપૂર્ણપણે સમાપ્ત કરી છે. ટૂંકમાં કહીએ તો સરકાર મુશ્કેલીના સમયે દર્દી અને તેના પરિવારના પડખે છે.
નોધનીય છે કે, સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃત એવા વ્યારાના જીતેશભાઈ ગામીત અગાઉથી જ પરિવારના આયુષ્માન કાર્ડ કઢાવી રાખ્યા હતા. કબડ્ડીમાં રુચિ રાખતી તેમની કોલેજમાં અભ્યાસ કરતી પુત્રી કુ. રિયાબેન ગામીતને રમત દરમિયાન પગમાં ગંભીર ઈજા થઈ, ત્યારે આ કાર્ડના માધ્યમથી જીતેશભાઈએ શ્રેષ્ઠ અને નિશુલ્ક સારવાર આ યોજના હેઠળ મેળવી છે.
તેઓ પણ સરકારની આયુષ્માન ભારત યોજનાને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશિર્વાદ રૂપ ગણાવે છે, તેઓ પોતે જ અન્ય લોકોને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
