રૂ. 63.10 લાખના ખર્ચે નવનિર્મિત અંતુર્લી અને સરવાળા આરોગ્ય કેન્દ્રો ગ્રામજનો માટે ખુલ્લા મુકતા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

Contact News Publisher

છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ :- રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 01 :- રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત શનિવારે તાપી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવતા રૂ. 63.10 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા બે નવનિર્મિત સબ સેન્ટર, અંતુર્લી (રૂ. 31.55 લાખ) અને સરવાળા (રૂ. 31.55 લાખ) સબ સેન્ટરોનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, રાજ્ય સરકાર પ્રજાની જનસુખાકારી અને આરોગ્ય માટે ગુણવત્તાસભર સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. જ્યારે સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી રહી છે, ત્યારે નાગરિકોની પણ એ જવાબદારી બને છે કે તેઓ સરકારની પ્રત્યેક કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી તેનો મહત્તમ લાભ લે… વધુમાં તેમણે ઉમેર્યું કે, આ નવનિર્મિત ઇમારતોની સ્વચ્છતા અને જાળવણી રાખવી એ પણ આપણી નૈતિક ફરજ છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વર્ષાબેન, તાલુકાના વિવિધ અગ્રણીઓ, QAMO ડૉ. કે. ટી. ચૌધરી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *