વ્યારા નગરમાં સુચારુ ટ્રાફિક નિયમન અંગે જાહેરનામું
Bhareતાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30 :- વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઈન રોડ, બજાર થઈ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જુના બસ સ્ટેન્ડ થઈ બેન્ક રોડ, સુરતી બજાર, કાપડ બજાર થઈ જવાહર ચોક, પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સવારે 8 કલાકથી સાંજે 8 કલાક સુધી જાહેર જનતાને અવર-જવર કરવામાં કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે ટ્રાન્સપોર્ટ કંપનીના તેમજ વેપાર માટેના માલવાહતુક ભારે વાહનો માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે કેટલાંક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
આ જાહેરનામાની અમલવારી તા. 27 માર્ચ, 2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
