ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીર શહીદોએ આપેલાં પ્રાણનાં બલિદાનની સ્મૃતિમાં પ્રતિ વર્ષ તા. ૩૦ જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિનને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેને સમાંતર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત સમયે બે મિનિટ મૌન પાળી ગાંધીજી સહિત અન્ય નામી-અનામી દેશ માટે પોતાનાં પ્રાણ ન્યોછાવર કરનારા વીર સપૂતો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું.
શાળાઓમાં શિક્ષકો દ્રારા બાળકો સમક્ષ બાપુનાં શાંતિ, અહિંસા, સાદગી જેવાં આદર્શોનું પાલન કરવાનાં સંદેશા સહિત દેશનાં નામી-અનામી શહીદોનાં શૌર્યપૂર્ણ બલિદાનની ગૌરવપ્રદ ગાથા રજૂ કરવામાં આવી હતી. તાલુકાની કેટલીક શાળાઓમાં નિબંધ, વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
