તાપી જિલ્લામાં ૩૧મી જાન્યુઆરીએ યોજાનાર સી.ઈ.ટી. પરીક્ષા સંદર્ભે જાહેરનામું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29. :- રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બપોરે ૧:૦૦ થી ૩:૩૦ કલાક દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાશે. તાપી જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવા આશય સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર. બોરડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ, પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર તેમજ લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અને તે શિક્ષાને પાત્ર થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
