સોનગઢમાં બાળ સુરક્ષા અને કાયદાકીય જાગૃતિ અંગે કાર્યશાળા યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.29 :- બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અને સમાજમાં વ્યાપ્ત કુરિવાજો સામે લાલ આંખ કરવાના ઉમદા આશય સાથે બુધવારે સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં હોલ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

કાર્યશાળા દરમિયાન વિષય નિષ્ણાંતો દ્વારા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ હેઠળ બાળકોના ન્યાય અને સંભાળ માટેની જોગવાઈઓ, પોકસો એક્ટ ૨૦૧૨ હેઠળ જાતીય ગુનાઓ સામે બાળકોને મળતું રક્ષણ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હેઠળ બાળ લગ્ન અટકાવવા માટેની કાયદેસરની કાર્યવાહી તેમજ સરકાર દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ કાર્યશાળામાં નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી સુલોચના પટેલ, ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની બાળ સુરક્ષા સમિતિઓ, સરપંચશ્રીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, તમામ સ્ટાફ, સરકારી શ્રમ અધિકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ ના પ્રતિનિધિઓ, તાપી બાળ કલ્યાણ સમિતિના સભ્યો, ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *