નૈતિક મતદાન અને જાગૃતિના સંકલ્પ સાથે તાપી જિલ્લામાં ઉજવાયો ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિવસ
Contact News Publisher

લોકશાહીના મૂલ્યો જાળવવા અધિકારીઓ અને કર્મચારીઓએ લીધા સામુહિક શપથ
—
શ્રેષ્ઠ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ :- તાપી જિલ્લા કલેકટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી. વી. મદાત અને વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપભાઈ ગાયકવાડ, વ્યારા મામલતદારશ્રી મનીષ ભોઈ સહિતના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે, ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓશ્રીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. વધુમાં સૌએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા સામુહિક મતદાર શપથ ગ્રહણ કર્યા હતા.
નોંધનીય છે કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે તાપી જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
