ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં તાપી જીલ્લાનાં યુવક/યુવતીઓ જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવક/યુવતીઓ ને જણાવવાનું કે સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના ગ્રાઉન્ડ પર નિષ્ણાંત ટ્રેઈનર દ્વારા નિઃશુલ્ક શારીરિક તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સૌએ સવારે 06:00 વાગે ગ્રાઉન્ડ પર પહોંચી જવું. જેમાં સોનગઢ નગર કે આજુબાજુ વિસ્તારમાંથી પોલીસ ભરતીમાં અરજી કરેલ હોય તેવાં દરેક યુવક/યુવતીઓએ આ નિઃશુલ્ક સેવાનો વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવા વિનંતી.
નોંધ:-શારીરિક કસોટી પાસ કર્યા બાદ પરીક્ષાલક્ષી શિક્ષણ વર્ગ માટે હમણાં નામ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેની માહિતી અન્ય ઉમેદવારોને પણ પહોંચાડી મદદરૂપ થવા વિનંતી કરાઈ છે. સંપર્ક : સુદામભાઈ સાટોટે, ગંગા સમગ્ર તાપી પ્રાંત. મો. નં. 8000559597
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
