રાષ્ટ્રીય બાલિકા દિવસે માર્ગ સલામતીનો અનોખો સંદેશ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત, ગુજરાત મોટર વાહન વિભાગ(RTO), સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ, માનવતા જાગૃત ટ્રસ્ટના અને ગુજરાત સરકાર આરોગ્ય વિભાગની 108 ટીમ સાથે સંયુક્ત ઉપક્રમે તા.24/01/2026 શનિવાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો સંદેશ રાષ્ટ્રીય બાલિકા દિવસે માર્ગ સલામતીના સાચા સંદેશ અને મૂળભૂત નિયમોની સચોટ માહિતીથી માહિતગાર કરી આજની યુવા પેઢીને અને ખાસ કરીને યુવતીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શ્રી શબરીમાતા કન્યા છાત્રાલય મુસા રોડ વ્યારા ખાતે 150 વિધાર્થીનીઓ ની હાજરીમાં આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર શ્રી એન.બી.ભોજાણી સાહેબ દ્વારા માર્ગ સલામતીનું મહત્વ સમજાવી પોતાનામાં વાહન ચલાવવાના જરૂરી સુધારા કરી રાષ્ટ્રસેવા પણ કરી શકાય છે એ સમજાવ્યું હતું. સાથે જ ગુજરાત રાજ્યમાં તાપી જિલ્લો વસ્તીના પ્રમાણમાં ઓછી વસ્તી પણ અકસ્માત મૃત્યુનો દર રાજ્યમાં ત્રીજા ક્રમે આવે છે જે ખુબજ ગંભીર બાબત ગણાવી હતી.જેથી સલામતીના સાધનો જેવાંકે મોટર સાયકલ પર હેલ્મેટ અને ફોર વ્હીલરમાં સિટબેલ્ટની આવશ્યકતા સાથે જ સાચી લાઇનમાં અને યોગ્ય ગતિમાં વાહન ચલાવવા તેમજ યોગ્ય લાઇસન્સની તકેદારી સમજાવી પરિવારમાં દરેક વ્યક્તિ પોતાના સ્વજનો માટે કેટલો મહત્વનો અને આધારભૂત હોય છે તેની મહત્તા સમજાવી હતી.
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગની 108 ટીમ દ્વારા અકસ્માતના સમયમાં કોઈ પણ પ્રકારનો ડર વગર એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને પોસ્ટ એક્સીડેન્ટલ ઈમરજન્સી ટ્રિટમેન્ટ માટે દવાખાને ખસેડવામાં મદદરૂપ થઈ કોઈનો જીવ બચાવવામાં પણ દેશસેવાની ભાવના રહેલી છે એ સમજાવ્યું હતું. બેભાન થયેલાં વ્યક્તિને CPR(Cardiopulmonary resuscitation) ની ટ્રિટમેન્ટનો લાઈવ ડેમો કરીને સમજણ આપી હતી. બાદમાં એમ્બ્યુલન્સમાં રહેલ સાધનોની ઓળખ અને ઉપયોગીતા સમજાવી હતી. જે જાણીને વિધાર્થિનીઓનો આનંદ ચહેરા પર દેખાઈ આવ્યો હતો. ખરેખર શ્રી શબરીમાતા કન્યા છાત્રાલય પ્રશાસનની સંસ્કાર અને શિસ્તબદ્ધતા ઉડીને આંખે વળગે એવી હતી. છાત્રાલય પ્રશાસનની સહકારની ભાવના અને જિજ્ઞાસા વૃત્તિ હંમેશા નવું શીખવા અને શીખવાડવા માટેની સકારાત્મક તત્પરતા ખુબજ સરાહનીય અને જમા પાસું ગણાવી શકાય. કાર્યક્રમને અપાર સફળતાં અપાવી સૌ સહયોગી સંસ્થાઓએ રાષ્ટ્રીય બાલિકા દિવસને સાચાં અર્થમાં સાર્થક બનાવ્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *