તાપી જિલ્લાના ખેડૂતોને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રી કરવા જોગ

Contact News Publisher

રજીસ્ટ્રેશન VCE/VLE, જનસેવા કેન્દ્ર, અથવા સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- સરકાર દ્વારા ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનો મહત્વનો નિર્ધાર કરાયો છે. તાપી જિલ્લાના જે ખેડૂતોના નામ જમીનના ૭/૧૨ અને ૮-અ ના ઉતારામાં હોય, તે તમામ ખેડૂતોએ આ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજીયાત છે. ખાસ કરીને જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો ૨૦૦૦ રૂપિયાનો હપ્તો મેળવે છે, આગામી હપ્તાનો લાભ મેળવવા માટે તેમણે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ પહેલા નોંધણી કરાવી લેવી પડશે.

આ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ તૈયાર થનારી ફાર્મર રજીસ્ટ્રીના અનેક ફાયદા છે. આ કાર્ડ દ્વારા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલની વિવિધ યોજનાઓ જેવી કે ખેતીવાડી, બાગાયત અને પશુપાલનનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), ટેકાના ભાવે (MSP) વેચાણ અને ઈ-નામ (e-NAM) જેવી સુવિધાઓમાં પણ આ ડિજિટલ કાર્ડ અત્યંત ઉપયોગી સાબિત થશે. એકવાર રજીસ્ટ્રેશન થયા બાદ સરકારી યોજનાઓનો લાભ મેળવવો વધુ સરળ અને પારદર્શક બનશે.

ખેડૂત મિત્રો આ નોંધણી ત્રણ રીતે કરાવી શકે છે, પોતાની ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને અથવા પ્લેસ્ટોર પરથી ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ એપ ડાઉનલોડ કરીને જાતે પણ કરી શકે છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનનો સર્વે નંબર (૭/૧૨ અને ૮-અ ની નકલ) સાથે રાખવાના રહેશે. સમયમર્યાદા પૂરી થાય તે પહેલા તમામ ખેડૂતોને વહેલી તકે આ નોંધણી કરાવી લેવા વિનંતી છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *