સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે વસંત પંચમીની ઉજવણી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૨૩/૦૧/૨૦૨૬ ના રોજ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય, શિક્ષણ, બિન-શિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ફૂલો અને પ્રાર્થના દ્વારા મા સરસ્વતીજીની પૂજા કરી હતી. બધા સ્ટાફ અને વિદ્યાર્થીઓ મીઠાઈઓથી છુટા પડયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન આચાર્ય ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિ સમિતિના વડા ડૉ. ધ્રુણી બિરારી દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
